Narmada: ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી મળેલા 40 ચામડા અને 130 નખ અસલી કે નકલી? FSL રિપોર્ટ પર સૌની મીટ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા પ્રાચીન ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાંથી વન્ય પ્રાણીઓના ચામડા અને નખ મળી આવવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. એક સાથે 40 જેટલા શંકાસ્પદ વાઘના ચામડા અને 130થી વધુ નખ મળી આવતા વન વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, આ મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીના નિવેદને અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.

DFO નો દાવો ‘પ્રાથમિક દૃષ્ટિએ નકલી લાગે છે’

નર્મદા વન વિભાગના DFO અભય સિંહે આ બાબતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ચામડા અને નખ મળી આવ્યા છે તે પ્રથમ દૃષ્ટિએ નકલી જણાય છે. તેમના જણાવ્યા અનુસાર ચામડાની તપાસ દરમિયાન તેનો રંગ નીકળતો નહોતો.તેનો પ્રકાર અને બનાવટ કુદરતી ચામડા જેવી જણાતી નથી.નખની બનાવટમાં પણ શંકાસ્પદ તત્વો જોવા મળ્યા છે.

FSL રિપોર્ટ માટે હૈદરાબાદ મોકલાયા સેમ્પલ

ભલે વન વિભાગ તેને નકલી માની રહ્યું હોય, પરંતુ આટલી મોટી સંખ્યામાં મુદ્દામાલ હોવાથી કોઈ કચાશ રાખવા માંગતું નથી. DFO એ વધુમાં ઉમેર્યું કે, “અમે તમામ સેમ્પલની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તેને હૈદરાબાદ ખાતેની FSL (Forensic Science Laboratory) માં મોકલી આપ્યા છે. આ રિપોર્ટ આવતા અંદાજે ૩ થી ૪ મહિના જેટલો સમય લાગી શકે છે.” રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે પુષ્ટિ થશે કે આ ચામડા અને નખ અસલી વાઘના છે કે આબેહૂબ તૈયાર કરેલી પ્રતિકૃતિ.

આ પણ વાંચો:પતંગ બજારમાં ઉત્તરાયણનો માહોલ, ભીડ વચ્ચે પોલીસ સતર્ક, ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવા અપીલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *