Narmada : સાંસદ મનસુખ વસાવાના સંબોધનનો વીડિયો એડિટ કરીને વાયરલ કરનારા 3 શખ્સ સામે ફરિયાદ, એક ઝડપાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી

ગત 27 જાન્યુઆરીના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિભા ને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયા માં રીલ બનાવી વાયરલ કરી હતી.

ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે પોલીસમાં ફરિયાદ

આ બાબતે સાંસદના જમાઈ વિક્રાંત વસાવા એ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે આ કેસમાં ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે. મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે.

એક આરોપીની ધરપકડ

ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે..

આ પણ વાંચો—–      Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *