Naroda: 2 વર્ષ પહેલા થયેલી પરિણીત યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

નરોડામાં 2 વર્ષ પહેલાં પરિણીત યુવતીની હત્યાનો ભેદ આખરે હવે ઉકેલાયો છે અને ક્રાઈમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પરણીતાએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

બે વર્ષથી વોન્ટેડ આરોપી પંકજને ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપ્યો

હાલમાં આરોપી પંકજ સાવ પોલીસ કસ્ટડીમાં છે. જેને પોતાની પરિણીત પ્રેમિકા મધુબેન ડામોરની હત્યા કરી હતી અને બે વર્ષથી વોન્ટેડ આરોપી પંકજને ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપી લીધો છે. ઘટનાની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2022ના રોજ નરોડા જીઆઈડીસીમાં અર્ચિત ઓર્ગેનિક્સ લિમિટેડ નામની કંપનીના પ્લોટમાં મધુબેન ડામોર નામની પરિણીત યુવતીનું દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.

આરોપી રાજસ્થાનના કોટામાં પોતાના મામાના ઘરે છુપાયો હતો

આ હત્યા કેસનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે 2 વર્ષ બાદ ઉકેલીને હત્યા કરનાર પ્રેમી પંકજ સાવની ધરપકડ કરી લીધી છે. પરિણીત પ્રેમિકાએ હત્યા કરવાનો ઈન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીએ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી રાજસ્થાનના કોટામાં પોતાના મામાના ઘરે છુપાયો હતો અને ત્યારબાદ ઓરિસ્સાના સોનપુર જતો રહ્યો હતો. જ્યાં મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. જેની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી છે.

હત્યા કેસની તપાસમાં સામે આવ્યું કે મૃતક મધુબેન અને આરોપી પંકજ નરોડા GIDCમાં અર્ચિત ઓર્ગેનીકસ કંપનીમાં નોકરી કરતા હતા. 2021માં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને મધુબેન પરિણીત હતા અને તેમના 2 સંતાન હતા. બિહારનો પંકજ એકલો રહેતો હોવાથી મધુબેન અને તેમના પતિ અમરતભાઈ ડામોરે પંકજને ઘરે રહેવા બોલાવ્યો હતો. આ દરમ્યાન મધુબેન અને પંકજને કઢંગી હાલતમાં અમરતભાઈ જોઈ ગયા હતા અને ઘરેથી કાઢી મુક્યો હતો.

આરોપી પ્રેમીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી

આરોપી પોતાની બહેનના લગ્નમાં બિહાર ગયો હતો અને ત્યાં એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી, જેની જાણ મધુબેનને થતાં તેને ઝઘડો કર્યો હતો અને આરોપીને લગ્ન કરવા ભાગી જવા માટે દબાણ કર્યું હતું. જેથી આરોપી પોતાની સગાઈ તોડીને અમદાવાદ આવી ગયો હતો. પરંતુ મધુબેનએ આરોપી સાથે લગ્ન કરવાનું ટાળ્યું હતું, જેથી આરોપીએ લગ્ન કરવા માટે દબાણ કરતા મધુબેનએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો, જેથી ઉશ્કેરાઈ ગયેલા પંકજએ મહિલાની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

નરોડામાં મહિલાના હત્યા કેસનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલીને આરોપી પ્રેમીની ધરપકડ કરીને નરોડા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીને હત્યા બાદ કોને કોને મદદ કરી અને ક્યાં ક્યાં નાસતો ફરતો હતો તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *