NSUIએ ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું:'છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ', સમસ્યાનો નિકાલ કરવા માગ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ભાવનગર NSUI દ્વારા આજરોજ આઈટીઆઈ ખાતે પ્રાથમિક સૂવિધાના અભાવમાં કારણે આઈટીઆઈના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં NSUI કાર્યકરો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. ITI માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ છે. NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર
ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજરોજ ભાવનગર શહેર NSUI પ્રમુખ, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને વિધાર્થીઓ દ્વારા ITI માં પ્રાથમિક સુવિધા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જેવી કે પીવાના પાણીની સમસ્યા અને શૌચાલયો બનવવામાં આવ્યા પણ તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નવું બિલ્ડીંગ બનવામાં આવ્યું પણ વિવિધ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. તેને લઈ ITI માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે તેને લઈ NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વહેલીમાં વહેલી તકે જે સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ‘છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ’
આ અંગે ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી અભિજીતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે ITIનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ છે શૌચાલય પણ બંધ છે કે વહેલી તકે અમારી માગણી છે કે આ બધી સુવિધા શરૂ કરવામાં આવે અને યુવાનો પાણી ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા માગ
તેને વધુમાં કહ્યું કે, તેથી ભાવનગર NSUI દ્વારા આજે આઈ.ટી.આઈ ખાતે રજૂઆત કરવામાં આવેલ છે અને અમારી માંગણી એવી છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો નિકાલ આવવો જોઈએ નકર NSUI દ્વારા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી આઈ.ટી.આઈ ની રહેશે અને આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અઠવાડિયાની અંદર આ બધા પ્રશ્નોનો નિકાલ થઈ જશેની ખાતરી આપી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *