Padra:પીપળી ગામે નાગણેશ્વરી માતા મંદિરનો 15મો પાટોત્સવ ઉજવાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પાદરા તાલુકાના પીપળી ગામે સ્થિત સુપ્રસિદ્ધ રાઠોડ વંશની કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર ખાતે 15મો પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ અને ધામધૂમથી ઉજવાયો હતો.

રવિવારે સવારથી સોનાના સિંહાસન પર બિરાજમાન શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે મહાપૂજાનો પ્રારંભ કરાયો હતો. નવ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ચાર વિધિ મુજબ મહાપૂજા યોજાઈ હતી. મંદિરને ફૂલો અને રોશનીથી શણગારાયું હતું. મંદિરના પૂજારી કુલદીપસિંહ રાઠોડ દ્વારા માતાજીને સુંદર ચોલી તથા આભૂષણો પહેરાવી અલૌકિક શૃંગાર કરાયો હતો. સવારે મંદિરના દ્વાર ખુલ્યા બાદ માતાજીની આરતી કરી પાટોત્સવની શરૂઆત કરાઇ હતી. જે પ્રસંગે રાઠોડ સમાજના યુગલો, વડીલો તથા ભક્તોએ સજોડે મહાપૂજાનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *