છાપી ખાતે નેવીમાં ફરજ બજાવી સેવા નિવૃત્ત થઈ પોતાના વતન પરત ફરતા જવાનનું રવિવારે સોની સમાજ તેમજ છાપીના ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. છાપી ખાતે રહેતા સોની કૌશિકકુમાર ગુણવંતલાલ વર્ષ 2011માં ઇન્ડિયન નેવીમાં જોડાયા હતા. નોકરી દરમિયાન તેઓ ભારતના વિવિધ સ્થળો જેવા કે આઈએનએસ ચિલ્કા(ઓડિસ્સા), આઈએનએસ સિંધુઘોષ – મુંબઈ (મહારાષ્ટ્ર),અને છેલ્લે આઈ.એન એસ.અરિહંત – વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ફરજ બજાવીને નોકરીના 15 વર્ષ પૂર્ણ થતા સેવા નિવૃત્તિ લઈ છાપી ખાતે પરત ફરતા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ઠેર ઠેર ગ્રામજનો, વેપારીઓ તેમજ સોની સમાજના પરિવારજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વરઘોડો સમગ્ર છાપી ગામમાં ફરી મહાદેવના મંદિર ખાતે પરત ર્ફ્યો હતો. જ્યાં નિવૃત્ત નેવી મેન કૌશિકભાઈ સોની નો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શ્રી ધાન્યધાર ગઢવાડાવિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા કૌશિકભાઈ સોની નું ફૂલહાર તેમજ સાલ અને શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ છાપીના ગ્રામજનો તેમજ સરપંચ અને ગામના અગ્રણીઓ અને તેમના પરિવારજનો દ્વારા ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
Palanpur: છાપીમાં સોની સમાજના નિવૃત્ત નેવી મેનનું સન્માન કરાયું
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
