Palitana: ઉધાર કેમ ન આપ્યું? કહીને દુકાનદાર પર હુમલો, બે વ્યક્તિ લોહીલુહાણ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પાલીતાણાની સર્વોદય સોસાયટીમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉધાર બાબતે થયેલી આ મારામારીમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા મામલો બિચક્યો

મળતી માહિતી મુજબ, સોસાયટીમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર પર બે શખ્સો કોઈ વસ્તુ ખરીદવા માટે આવ્યા હતા. તેમણે દુકાનદાર પાસે વસ્તુની માંગણી કરી હતી અને તેનું પેમેન્ટ ઉધાર રાખવા જણાવ્યું હતું. જોકે, દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા મામલો બિચક્યો હતો. આ બાબતનો ખાર રાખીને બંને શખ્સોએ દુકાનદાર સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ લાકડી કે અન્ય હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં દુકાનદાર સહિત અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા 

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.પાલીતાણા ટાઉન પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો:સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલો, પિતાને 4 વર્ષથી ટોર્ચર કરી પૈસા મંગાતા હતા – પુત્રનો ગંભીર આક્ષેપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *