Palitana: મોબાઈલની દુકાનમાંથી 11.28 લાખની મતા સાફ, શટરના તાળા તોડી તસ્કરો 48 મોબાઈલ ચોરી ફરાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલતો એક મોટો હાથ માર્યો છે. શહેરની ‘ગુજરાત મોબાઈલ’ નામની જાણીતી દુકાનને નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ લાખોની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

પાલીતાણામાં મોબાઇલની દુકાનમાં ચોરી

મળતી વિગત મુજબ, પાલીતાણા શહેરમાં આવેલી ‘ગુજરાત મોબાઈલ’ નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીની આ ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ દુકાનના શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રાખેલા અલગ-અલગ જાણીતી કંપનીના મોંઘા દાટ 48 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી હતી.

11.28 લાખથી વધુની ચોરી

દુકાન માલિકે સવારે જ્યારે દુકાન ખોલી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચોરાયેલા 48 મોબાઈલ ફોનની કુલ કિંમત ₹૧૧,૨૮,૫૦૦ આંકવામાં આવી છે. તસ્કરો માત્ર કિંમતી ફોન જ નિશાન બનાવીને લઈ ગયા હોવાનું જણાય છે, જેના પરથી અનુમાન લગાવાય રહ્યું છે કે આ કોઈ રીઢા તસ્કર ગેંગનું કામ હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: નરોડામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી, મૃતક પતિના ક્રેડિટ કાર્ડ પર ગઠિયાએ 3.56 લાખની લોન પડાવી



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *