પાટણમાં રાણીની વાવ ખાતે થોડા સમય પહેલા વાનર દ્વારા અનેક લોકોને જખ્મી કર્યા બાદ ચાણસ્મા તાલુકાના વાઘજીપુરા વિસ્તારમાં છેલ્લા દસ દિવસ જેટલાં સમયથી વાનર દ્વારા નાના બાળકથી લઈને મોટી મહિલાઓ સુધીના લોકોને કરડીને જખ્મી કરવામાં આવ્યા છે. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના વાઘજીપુરા વિસ્તારમાં એક વાનર દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસ થી સમગ્ર પરા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
ચાણસ્મામાં વાનરોનો આતંક
લોકો કામે જવા માટે અથવા તો બહાર નીકળવા માટે ધોકા તેમજ લાકડીઓનો સહારો લેવા માટે મજબુર બની ગયા છે. વાઘજીપુરા વિસ્તારમાં આવેલા 100 જેટલાં ઘરોમાં રહેતા લોકોનું બહાર નીકળવાનું જાણે બંધ થઇ ગયું હોય તેવી પરિસ્થિતિ ગામમાં સર્જાય છે. ચાણસ્મા ફોરેસ્ટ વિભાગને વાનર અંગે જાણ કરી દેવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વાનરને પકડવા માટે પાંજરું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. પરંતુ આજદિન સુધી આતંક મચાવતો વાનર પાંજરે ના પુરાતા લોકો ડરનો સામનો કરવા મજબુર બન્યા છે.
ફોરેસ્ટ વિભાગે વાનરને ઝડપી લેવા પાંજરા ગોઠવ્યા
પાટણના ચાણસ્મા તાલુકામાં વાનરોનો વધતા જતા આતંકથી લોકો પરેશાન થી રહ્યા છે. વડાવલી ગામે વાનરે ગ્રામજનોને બચકા ભર્યા છે. વાનરે બાળકી અને 3 મહિલાઓને ઈજા પહોંચાડી છે. વાનરોના આતંકની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગે વાનરને ઝડપી લેવા પાંજરા ગોઠવ્યા છે.
