Patdi: જૈનાબાદમાંથી 10થી વધુ પાકા દબાણો દુર કરાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દસાડા તાલુકાના જૈનાબાદમાં ગ્રામ પંચાયત દ્વારા સીમતળ જમીનમાં 100 ચોરસવારના પ્લોટની ફાળવણી કરાઈ છે. પરંતુ અંદાજે 10થી વધુ મકાન માલીકોએ પોતાના મકાન આગળ ગેરકાયદેસર રીતે રસોડુ, શૌચાલય બનાવી દબાણ કર્યુ હતુ. જેના લીધે રસ્તો સાંકડો થઈ જતા ટ્રેકટર સહિતના વાહનો લઈને જવામાં ખેડુતોને મુશ્કેલી પડતી હતી. આ અંગેની ફરિયાદો ઉઠતા નાયબ મામલતદાર (દબાણ), જતીનભાઈ, પાટડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધીકારી મલેક, દસાડા પીઆઈ વાય.જે.ઉપાધ્યાય, તલાટી હરેશભાઈ ચૌધરી, સરપંચ રેખાબેન પરમાર સહિતનાઓની હાજરીમાં 10થી વધુ મકાનોની બહાર ગેરકાયદેસર ખડકાયેલ રસોડા અને શૌચાલયો પર જેસીબી ફોરવી દેવાયુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *