49.31 લાખથી વધુ ખેડૂતોને ₹986 કરોડની સહાય વડાપ્રધાન મોદી આજે PM કિસાનનો 21મો હપ્તો રિલીઝ કરશે..ગુજરાતના 49.31 લાખ ખેડૂતોને ₹986 કરોડથી વધુની સહાય મળશે..આ સહાય સીધી DBT દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થશે. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો ગુજરાતમાં સિંહ બાદ હવે વાઘ દર્શન પણ દાહોદના રતનમહાલ અભયારણ્યમાં થઈ વાઘની એન્ટ્રી.. છેલ્લા 9 મહિનાથી આ નરવાઘ અભયારણ્યમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.વનવિભાગે વાઘના સંવર્ધન અને સંરક્ષણ માટેના પગલાં લેવાનું શરું કર્યું. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો પાણી ન મળતા માટલાં ફોડીને વિરોધ કરાયો ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી ના મળતું હોવાના આક્ષેપ સાથે NSUIએ ગુજરાત યુનિ.માં માટલા ફોડ્યા અન કુલપતિને ખાલી માટલા આપવાનો પ્રયાસ કર્યો. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો શિક્ષણ સહાયના 26 હજાર ફોર્મ રદ થતા RTI રત્નકલાકારોના બાળકોના શિક્ષણ સહાયના 26 હજાર ફોર્મ રદ થયા..ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ 1000થી વધુ RTI અરજીઓ દાખલ કરી રિજેક્શન પાછળના સાચા કારણો જાણવા
માગ કરી.. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો નીલગાયનું માંસ થેલીમાં ભરતી વખતે જ ઝડપાઈ ટોળકી પાલનપુરમાંથી વનવિભાગે નીલગાય સહિત અન્ય વન્ય પ્રાણીઓનો શિકાર કરતી ટોળકી ઝડપી પાડી. 16 કલાક અમીરગઢના જંગલો ખૂંદીને 10 શિકારીઓને ઝડપી પાડ્યા. જ્યારે 4 ફરાર થઈ ગયા છે. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો ખેતલાબાપા મંદિરમાંથી મળ્યા 52 સાપ રાજકોટના ખેતલાબાપા મંદિરમાંથી મળ્યા 52 સાપ..સેન્ડબુઆ પ્રજાતિના સાપને સાચવવા ધૂળ અને માટી પણ રાખતા હતા.વનવિભાગ તમામ 52 સાપને જંગલમાં છોડી મુકશે. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો ભત્રીજા સાથે પ્રેમસંબંધ કેસમાં ફાયરિંગના CCTV રાજકોટમાં ભત્રીજા સાથે પ્રેમ સંબંધને કારણે પતિએ પત્ની પર કરેલા ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે.પતિ પીછો કરી પાર્કિંગમાં આવ્યો અને ત્યાં પત્ની સાથે ઝપાઝપી થયા બાદ તેના પર ગોળી ચલાવી..બાદમાં પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો. પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો
ટ્રેન નીચે પડતું મુકી પેટ્રોલપંપના કર્મીનો આપઘાત અમદાવાદમાં પેટ્રોલપંપમાં કામ કરતા યુવકે તેના સાહેબના ત્રાસથી કંટાળી મણિનગર રેલવે સ્ટેશનમાં ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો.પેટ્રોલપંપના સાહેબ રશ્મિત સિંઘ અને હાર્દિક પટેલ મૃતકના ઘરે જઈ તેને ધમકાવી આવ્યા હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો ડોક્ટરની ગાડીની ટક્કરે બે શ્રમિકોના મોત દિલ્હી- મુંબઈ એસ્કપ્રેસ વે પર ડોક્ટરની ગાડીની ટક્કરે મધ્યપ્રદેશના બે શ્રમિકોના મોત થયા.. પાંચ શ્રમિકો પાદરાના સરસવણી ગામ નજીક હાઇવેનું સમારકામ કરી રહ્યા હતા ત્યારે ડોક્ટરની ગાડી કાળ બનીને આવી. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો. નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું. અમરેલીમાં 11.2, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું.. આ સમાચાર વિસ્તારથી જોવા અને વાંચવા અહી ક્લિક કરો
PM કિસાન સન્માન નિધીનો 21મો હપ્તો જાહેર:ગુજરાતમાં વાઘની રોયલ એન્ટ્રી, રત્ન કલાકારોના શિક્ષણ સહાયના 26 હજાર ફોર્મ રદ થતા RTI, મહંતે મંદિરમાં પાળ્યા 52 સાપ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
