Porbandar News: દેવદૂત બની આવ્યા ડેપ્યુટી SS કપિલ વર્મા!

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રેલવે સ્ટેશનો પર મુસાફરોની ઉતાવળ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે, પરંતુ જો સમયસર કોઈ મદદ મળી જાય તો મોટી હોનારત ટળી શકે છે. આવી જ એક ઘટના પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેનમાં બની હતી. રાણાવાવ સ્ટેશન પર ફરજ બજાવતા ડેપ્યુટી એસએસ કપિલ વર્માની સતર્કતાને કારણે એક માસૂમ બાળકનો જીવ બચ્યો છે.

ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ ભારે પડ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ પેસેન્જર જ્યારે રાણાવાવ સ્ટેશને પહોંચી, ત્યારે એક બાળક તેની માતા સાથે ટ્રેન ઉભી રહે તે પહેલાં જ ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકનો પગ લપસ્યો હતો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાળકની ચીખ સાંભળી પ્લેટફોર્મ પર હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.

https://x.com/sandeshnews/status/2012825889395052567

ડેપ્યુટી એસએસ કપિલ વર્મા બન્યા દેવદૂત

આ જોખમી ક્ષણે ત્યાં ફરજ પર તૈનાત ડેપ્યુટી એસએસ કપિલ વર્માએ વીજળીક ઝડપે દોડીને બાળકને પકડી લીધો હતો અને ટ્રેનની નીચે જતો અટકાવ્યો હતો. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ પણ કપિલ વર્માની આ કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો રેલવે કર્મચારીની સતર્કતાના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Porbandar News : પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રૂ.11.18 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *