Prantij: પિલુદા – વાધપુર ગામના માર્ગ પરની કેનાલમાંથી હિંમતનગર શહેરના યુવકની લાશ મળતાં તપાસ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પ્રાંતિજથી પીલુદા રોડ ઉપર આવેલ પિલુદા-વાધપુર હાથમતી કેનાલમા રવિવારે સવારે કોઈ વ્યક્તિની લાશ દેખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. તેની સાથે કેનાલ ઓપરેટર દ્રારા પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ફાયર ટીમની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી મૃતક વ્યક્તિના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી

પ્રાંતિજના પીલુદા રોડ ઉપર આવેલ કેનાલમા રવિવારના રોજ સવારના કેનાલમા લોખંડની જાળી પાસે અટકેલ લાશ જેવુ દેખાતા જેમા માત્ર પગના પંજા દેખાતા લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ કેનાલ ઓપરેટર દ્રારા પ્રાંતિજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરાવી પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઇ પરમાર, ગોપાલભાઈ પટેલ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ કેનાલમા રહેલ લાશને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. કેનાલમાં પાણીના વેગને લઈને મૃતક નુ માથુ કેનાલમા રહેલ લોખંડની જાળીના સળિયાઓમા ફ્સાઈ જતા ફાયર ટીમ દ્રારા લાશ બહાર કાઢવા માટે સળિયો કટર દ્રારા કાપીને લાશને બહાર કાઢવામા આવી હતી. પ્રાંતિજ પોલીસ દ્રારા મૃતકની લાશને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી હતી. તેમજ મૃતક વ્યક્તિ ક્યાંનો છે સહિત પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમા મૃતક રાકેશભાઇ બીપીનચંદ્ર વણઝારા હિંમતનગરનો રહેવાસી હોવાનુ માલુમ પડયુ હતુ અને પોલીસ દ્રારા પરિવારનો સંપર્ક કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *