Rajkot કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી: પાક. ISI અને તમિલનાડુના પૂર્વ પોલીસકર્મીના કાવતરાનો ઈમેઈલમાં ઉલ્લેખ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો એક સનસનાટીભર્યો ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ ધમકીભર્યા ઈમેઈલમાં આંતરરાષ્ટ્રીય કાવતરા અને ગંભીર વિસ્ફોટકોનો ઉલ્લેખ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે. ઈમેઈલમાં ચોંકાવનારા દાવા ધમકી આપનાર વ્યક્તિએ ઈમેઈલમાં દાવો કર્યો છે કે તે તમિલનાડુનો પૂર્વ પોલીસકર્મી છે અને તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને આ કાવતરું ઘડ્યું છે.

તામિલનાડુના પૂર્વ પોલીસે મોકલ્યો ધમકીભર્યો ઈમેઈલ

ઈમેઈલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમિલનાડુ પોલીસમાં તેની સાથે અન્યાય થયો છે, જેના વિરોધમાં તેણે કોર્ટ બિલ્ડિંગમાં RDX મુક્યું છે અને તેને ઉડાવી દેશે. પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી ગયો હતો. સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જોકે, કલાકોની જહેમત બાદ પોલીસ તપાસમાં કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

સાયબર ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ આ ઈમેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનું મગજ છે તે જાણવા માટે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે ઈમેઈલના આઈપી એડ્રેસ (IP Address) અને સર્વરને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત અથવા ભય ફેલાવવાનો પ્રયાસ હોવાનું મનાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સીના નામનો ઉલ્લેખ હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે મળેલી આ ધમકીને પગલે હાલ રાજકોટ કોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *