Rajkot News: ભાયાવાદરમાં નબીરાએ નશાની હાલતમાં થાર ગાડીથી વાહનોને અડફેટે લીધા, પોલીસે રિવોલ્વર કાઢી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં માલેતુજાર પરિવારના નબિરાઓ બેફામ બન્યાં છે. તથ્ય પટેલ બાદ અનેક નબિરાઓ દ્વારા થયેલા અકસ્માત સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં એક નબીરો બેફામ બન્યો હતો. નશાની હાલતમાં ચારથી પાંચ વહાનોને થાર ગાડીથી ટક્કર મારી ફરાર થવાની કોશિશ કરી હતી.

પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી

આ નબીરાને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે આરોપીનો પીછો કરીને રોક્યો હતો. શેઠ વડાળા પોલીસે ભાયાવદર પોલીસને જાણ કરતાં પોલીસના કાફલાએ સરદાર ચોકમાં થાર ગાડી પકડવા માટે નાકા બંધી કરી દીધી હતી. થાર ચાલક ભાયાવદર પહોંચતા જ પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે 112 નંબરની ગાડી વચ્ચે નાંખી હતી. થાર ચાલક નશામાં હોવાથી ગાડી નહોતો ઉભી રાખતો.

રિવોલ્વર કાઢીને ચેતવણી આપી

પોલીસે થાર ચાલક નબીરાને રોકવા માટે રિવોલ્વર કાઢીને ચેતવણી આપી ગાડી ઉભી રાખવા માટે પ્રયત્ન કર્યો હતો. આરોપીને પોલીસે પકડી પાડતાં પબ્લિક મેદાનમાં આવી હતી અને તેને બહાર કાઢીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ત્યાંથી પોલીસ થાર ચાલક આરોપીને પકડીને લઈ ગઈ હતી. ભાયાવદરમાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી.

આ પણ વાંચોઃ Bharuch : દધેડા ગામમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અંકલેશ્વર કોર્ટે 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *