Rajkot News : રાજકોટમાં દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર, એક મહિલા ઈજાગ્રસ્ત થઈ અને બુટલેગરે સ્થળ પર જ કાર મૂકી દીધી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટના હડમતીયા ફાળદંગ વચ્ચે આ ઘટના બની છે અને બુટલેગરના અકસ્માતમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ છે અને તેને સારવાર માટે ખસેડાઈ છે, પોલીસે કાર નંબરના આધારે તપાસ હાથ ધરી છે, હજી સુધી બુટલેગર ઝડપાયો નથી અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અથડાવી બુટલેગર કાર મૂકી થયો ફરાર

રાજકોટમાં દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર થયો છે અને રાજકોટ નજીક હડમતીયા ફાળદંગ વચ્ચે આ ઘટના બની હતી, રાત્રિના સમયે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, બુટલેગરે ઈકો કાર સાથે આ અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે, અકસ્માત ઉપરાંત પોલીસે દારૂની રૂ.1.58 લાખની કિંમતની 396 બોટલ કબજે કરી અલગથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કારમાં રહેલા મહિલાને પહોંચી ઈજા

આજી ડેમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, ઈકો કાર સામેથી આવી રહી હતી તે દરમિયાન બુટલેગરે કારને અકસ્માત કર્યો હતો અને આજી ડેમ પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધ્યો હતો, દારૂની 396 બોટલ ભરેલી સ્વિફ્ટ કાર નવાગામ આણંદપરમાં રહેતા મનસુખ પરાલિયાની હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો : Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં આગામી સપ્તાહે થઈ શકે છે ડિમોલિશન : સૂત્ર, અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *