Rajula નાગરિક બેન્કમાં સત્તા પરિવર્તન: પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા અને ઉપપ્રમુખ પદે કશ્યપ શેઠની બિનહરીફ વરણી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાની સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી રાજુલા નાગરિક બેન્કના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે સંપન્ન થઈ હતી. બેન્કની આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષનો દબદબો જળવાઈ રહ્યો હતો અને બંને મુખ્ય હોદ્દાઓ પર બિનહરીફ વરણી કરવામાં આવી છે.

પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઇ

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા અને ઉપપ્રમુખ તરીકે કશ્યપ શેઠના નામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ચૂંટણી અધિકારી દ્વારા આ બંને મહાનુભાવોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. રાજુલા શહેરની આ પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાના સુકાની તરીકે અનુભવી નેતાઓ આવતા બેન્કના ગ્રાહકો અને સભાસદોમાં ખુશીની લહેર જોવા મળી છે.

વિજય કોટીલા પ્રમુખ, કશ્યપ શેઠ ઉપપ્રમુખ બન્યા

નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને રાજુલા શહેરના વેપારી મંડળ અને સ્થાનિક આગેવાનોએ ઉમળકાભેર વધાવી લીધી હતી. વરણી બાદ આયોજિત એક કાર્યક્રમમાં વેપારીઓએ ફૂલહાર અને સાલ ઓઢાડી બંનેનું ભવ્ય સન્માન કર્યું હતું. વિજયભાઈ કોટીલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેઓ બેન્કની પ્રગતિ અને ગ્રાહકોના હિતમાં પારદર્શક વહીવટ કરવા માટે કટિબદ્ધ રહેશે. આ વરણીથી રાજુલાના સહકારી માળખામાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *