Rajula: APMCમાં ભાજપનો ભવ્ય વિજય, તમામ 16 બેઠકો બિનહરીફ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય હિલચાલ બાદ, રાજુલા APMCની તમામ 16 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ વિજય સાથે જ માર્કેટિંગ યાર્ડના સત્તાધામ પર ભાજપનું શાસન યથાવત રહ્યું છે.

રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

ચૂંટણી પ્રક્રિયાના અંતે વિવિધ વિભાગોમાં નીચે મુજબની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ખેડૂત વિભાગની 10 બેઠકો, વેપારી વિભાગની 04 બેઠકો, ખરીદ વેચાણ સંઘ વિભાગની 02, બેઠકો કુલ બેઠકો 16,આ તમામ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા લોકશાહીના પર્વ વચ્ચે સહકારી ક્ષેત્રમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.

નેતાઓની ઉપસ્થિતિ અને વિજય ઉત્સવ

આ ભવ્ય જીત બાદ રાજુલાના લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્ય ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ સહિતના અગ્રણી નેતાઓ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. વિજયના સમાચાર મળતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.કાર્યકરોએ ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડીને ખુશી મનાવી હતી.ધારાસભ્ય હીરા સોલંકીએ આ વિજયને ખેડૂતો અને વેપારીઓના વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *