
અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ ૪-૬ ફેબ્રુઆરી દરમિયાન નિર્ધારિત તેની નાણાકીય સમીક્ષામાં રેપો રેટ અને વલણમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે જો વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડાનું જોખમ હોય તો જ વધુ દરમાં ઘટાડો થશે. આ સર્વે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ તે પહેલાં કરવામાં આવ્યો હતો.
નાણાકીય નીતિ સમિતિએ ડિસેમ્બર ૨૦૨૫માં રેપો રેટ ૨૫ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૫.૨૫% કર્યો હતો.
