સાબરકાંઠા જિલ્લાની તલોદ GIDCમાં રબર બનાવતી પુષ્પક ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં કામદારો અને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટાની અસરથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબુમા લીધી હતી. આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે.
આગ લાગતા કામદારો અને લોકોમાં દોડધામ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના તલોદમાં GIDC ખાતે રબર બનાવતી પુષ્પક ઇન્ડિયા કંપનીમાં અચાનક આગ લાગતાં કામદારો અને અન્ય લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગના ગોટેગોટાની અસરથી આસપાસના વિસ્તારોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સામે આવ્યું નથી
કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સામે આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. તલોદ નગરપાલિકા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાથી કંપનીની આસપાસના વિસ્તારોમાં પણ ભય ફેલાયો હતો.
