Sasan: સાસણના ટુરિસ્ટ ગાર્ડના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂ.2.19 કરોડ ઠલવાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાસણના એક ટુરિસ્ટ ગાર્ડના બેંકના ખાતામાં સાયબર ફ્રોડની 32 ફરિયાદોના અધધ 2.19 કરોડ કરતા વધુની રકમ જમા થયા પછી તેને અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડી સગેવગે કરી દીધાનું તપાસમાં ખુલતા બેંક ખાતાધારક સામે મેંદરડા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

સાસણમાં રામ મંદિર પાસે રહેતા અને ટુરિસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતા ફિરોજ સુલેમાન રાનીયા નામના શખ્સ સામે મેંદરડા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, તેના બેંક ખાતા સામે એનસીસીઆરપી પોર્ટલ ઉપર 32 જેટલી ફ્રિયાદોની અરજી મળી છે, જેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, આસામ, વેસ્ટ બંગાળ, બિહાર, ગુજરાત, કેરાળા, કર્ણાટક મહારાષ્ટ્ર, મિઝોરમ સહિતના અનેક રાજ્યોમાંથી ફ્રિયાદોની અરજીની તપાસ કરવામાં આવી છે. જે તમામ 32 ફ્રિયાદોમાં સાયબર ફ્રોડની કુલ રૂ.2,19,75,420 ફ્રિોજના બેંક ખાતામાં 4 જુન 2024 થી 1 ઓકટોબર 2024 સુધીમાં જમા થયેલી અને બાદમાં તેને અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી સગેવગે કરી નાખી હતી. સાથે આ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, ફ્રિોજ ટુરિસ્ટ ગાર્ડ હોવા છતાં અને તેને વેપાર ના હોવા છતાં તેણે પરફેક્ટ ઓઈલ એજન્સીના પ્રોપ્રરાઈટરના નામે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ઓઈલ ટ્રેડિંગનો વેપાર ના હોવા છતાં ખોટી ઓળખ ધારણ કરીને ગુનો આચર્યો હતો.

આલીધ્રાના શખસ સામે 18 લાખની ફ્રિયાદ

જૂનાગઢ : સાસણની માફ્ક મેંદરડાના આલીધ્રા ગામમાં રહેતા ભાખર પ્રમોદકુમાર ત્રિકમકુમાર સામે પણ પોલીસે મ્યુલ એકાઉન્ટ અંગે ગુનો દાખલ કર્યો છે, તેના બેંક ખાતા સામે એનસીસીઆરપી પોર્ટલ ઉપર 4 ફ્રિયાદની સાયબર ફ્રોડની 18 લાખની રકમ જમા થયા અંગે જણાવવામાં આવ્યું છે. તે અંગે પોલીસે ગુનો નોંધીને બને કેસની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *