Sayla: ચૂડા, પાણશીણાના શહેરી તથા ગ્રામ્યમાં વીજ ટીમના દરોડા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરીના દૂષણને ડામવા તંત્ર દ્વારા કરાયેલ કાર્યવાહીમાં સાયલા, ચુડા તેમજ પાણશીણા સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કરાતી ગેરરીતી ઝડપાઇ જવા પામી હતી. વીજ વિભાગ દ્વારા આશરે ત્રીસ લાખથી વધુનો દંડ ફ્ટકારાયો છે.

લીંબડી ડિવિઝન હેઠળના આવતા સાયલા શહેર તથા ગ્રામ્યના જસાપર, ચુડાના અચારડા, દરોદ, ચમારડી, વનાલી તથા પાણશીણાના રાણાગઢ, કઠેચી સહિતના વિસ્તારોમાં કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત વીજ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસ તથા SRP જવાનોના બંદોબસ્ત સાથે વીજ વિભાગની 36 ટીમ દ્વારા ઘર વપરાશ, વાણીજ્ય તેમજ ખેતીવાડીના 430 જોડાણોની તપાસ કરતા 91 વીજ જોડાણોમાં ગેરરીતિ બહાર આવી હતી. તંત્ર દ્વારા વીજ ચોરી કરતા ઝપટે ચડી ગયેલા તમામ 91 જોડાણોને આશરે ત્રીસ લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. સાયલામાં કરાયેલ વીજ ચેકીંગની કાર્યવાહીમાં 35 જોડાણોમાં ગેરરીતી ખુલતા તમામને મળી આશરે નવ લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *