Sihor: સિહોર પંથકમાં રાની પશુઓનો ત્રાસ વધ્યો, સ્થાનિકોમાં ફફડાટ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સિહોર પંથકમાં આવેલ સીમ વિસ્તારમાં કાયમી વસવાટ કરી રહેલા રાની પશુઓ સમુહમા દિવસે દિવસે આરામથી આમતેમ ટહેલતા જોવા મળી રહ્યા છે.

જેના કારણે પશુપાલકો માટે પરેશાનીઓ વધી રહી છે. આ રાની પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આ અંગે અવારનવાર માલધારી સમાજના આગેવાનો દ્વારા વન વિભાગને લેખીતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. સિહોર તાલુકાના ખાખરીયા ગામે રહેતા ધીરૂભાઈના ઘરની સામે આવેલા વાડામાં બાંધેલા એક વાછરડાને ગત રાત્રીના રાની પશુ દ્વારા વાડામાં પ્રવેશ કરી મારણ કર્યું હતું. આ બનાવ બનતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.

સિહોર તાલુકાના ગામડાઓ પાંચવડા, પીપરલા, આંબલા, અનિડા, રામધરી, ચોરવડલા, ઢાંકણ કુંડા, સાંઢીડા, સણોસરા, ટાણા, સર, સાગવાડી, રાજપરા ખોડિયાર, ગામની આસપાસના સીમ વિસ્તારમાં રાની પશુઓ વસવાટ કરી રહ્યા છે. આ સિમ વિસ્તારમાં કોઈ માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા માટે જઈ શકતા નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *