
Gujarat SIR news: મતદાર યાદી સુધારણા અભિયાનમાં ડખાં થયાં છે. મતદાર શોધવાની સઘન કવાયતને લીધે એક પછી એક બીએલઓ જીવ ગુમાવી રહ્યાં છે પરિણામે રાજ્ય ચૂંટણી પંચ પર બદનામી થોપાઇ છે. આ તરફ, રાજ્ય ચૂંટણીપંચે એલાન કર્યુ છેકે, નામ સહિત અન્ય વિગતો વિના મતદાર માત્ર સહી કરી ફોર્મ જમા કરાવી શકે છે. આ સત્તાવાર જાહેરાતને પગલે વિવાદ સર્જાયો છે કેમ કે, કોરા ફોર્મ પરત કરાશે તો વિગતો વિના મતદારની ખાતરી કેવી રીતે કરાશે.
ફોર્મ ભરવાને લઇને મતદારો આમથી તેમ ભટકી રહ્યાં છે. આ ઉપરાંત એકથી વઘુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો એક વર્ષના જેલની જોગવાઇ છે જેના પગલે મતદારોમાં ફફડી ઉઠ્યાં છે.
