Surat: નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ મૃતદેહ ફેંકી અજાણ્યો શખ્સ પલાયન

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized

સુરતની વ્યસ્ત ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં એક રહસ્યમય ઘટના બની હતી. કોઈ અજાણ્યો શખ્સ રિક્ષા કે અન્ય વાહનમાં મૃતદેહ લાવ્યો હોવાની શંકા છે, જે હોસ્પિટલના ગેટ પાસે લાશ ફેંકીને પળવારમાં ગાયબ થઈ ગયો હતો.

હોસ્પિટલના ગેટ પાસે લાશ ફેંકીને ગાયબ 

હોસ્પિટલના ગેટ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડે જોયું કે કોઈ હલચલ થઈ રહી છે, તપાસ કરતા ત્યાં એક વ્યક્તિ લોહીલુહાણ અથવા બેભાન અવસ્થામાં પડેલો જણાયો હતો. નજીક જઈને જોતા તે મૃત હતો. ગાર્ડે તુરંત ઉપરી અધિકારીઓને વાકેફ કર્યા હતા.

પોલીસની કાર્યવાહી

ખટોદરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે સીસીટીવી ફૂટેજમાં મૃતદેહ લાવનાર વાહનનો નંબર મળી શકે છે. આ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે કે પછી સારવાર માટે લાવતી વખતે મોત નિપજતા ડરના માર્યા કોઈ મૂકીને ભાગી ગયું છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Ahmedabad: હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *