Surat News: શ્વાનનું મોત થતાં માલિકે ડોક્ટરને બેરહેમીથી માર માર્યો

📅 Published: February 26, 2026 | 📂 Category: Uncategorized

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે એક વિચિત્ર અને હિંસક ઘટના બની છે. એક પાલતુ શ્વાનનું સારવાર દરમિયાન કે બાદમાં મોત થતા, ઉશ્કેરાયેલા માલિકે સારવાર કરનાર ખાનગી ડોક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે કિમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશરે એક સપ્તાહ અગાઉ શ્વાન માલિકે પોતાના પાલતુ શ્વાનની તબિયત બગડતા મૂળદ ગામમાં પેટ શોપ ચલાવતા ખાનગી ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો હતો.

ઓલપાડ તાલુકાના મૂળદ ગામે બની ઘટના

જોકે, સારવારના એક અઠવાડિયા બાદ શ્વાનનું અચાનક મોત નીપજ્યું હતું. પોતાના વહાલા શ્વાનના મોતથી રોષે ભરાયેલા માલિકે આ માટે ડોક્ટરની સારવારને જવાબદાર ગણાવી હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં, શ્વાન માલિક સીધો જ ડોક્ટરની પેટ શોપ પર પહોંચ્યો હતો. તેણે કાંઈ પણ વિચાર્યા વગર દુકાનમાં ઘૂસી જઈ ડોક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેમને ઢોર માર માર્યો હતો.

કિમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ હુમલાના દ્રશ્યો દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં માલિક ડોક્ટર પર હાથ ઉપાડતો સ્પષ્ટ જોઈ શકાય છે. ડોક્ટર પર થયેલા હુમલા બાદ સ્થાનિક તબીબી આલમમાં પણ રોષ જોવા મળ્યો છે. ભોગ બનનાર ડોક્ટરે આ અંગે કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી આરોપી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *