સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાલા સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. હેકર્સે તેમનું ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના નામનો દુરુપયોગ શરૂ કરતા કાયદાકીય આલમમાં ચકચાર મચી ગઈ છે.
હેકર્સે એકાઉન્ટના ઉપયોગથી પૈસાની માંગણી શરૂ કરી
એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે નયનભાઈના મિત્ર વર્તુળ અને અન્ય વકીલોને મેસેન્જર પર મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. હેકર્સ પરિચિતો પાસે તાત્કાલિક જરૂરિયાત હોવાનું બહાનું બતાવી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા હતા. પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતા જ નયન સુખડવાલાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વકીલ નયન સુખડવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી
આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકોને અપીલ કરી છે કે: “મારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે, તેથી જો મારા નામથી કોઈ પૈસાની માંગણી કરે તો આપવા નહીં અને છેતરાવવું નહીં.” હાલમાં પોલીસના સાયબર સેલ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પ્રોફાઇલનો ઉપયોગ કરીને તેમના વિશ્વાસુ મિત્રોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
