Surat News : સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પૂનમની બહેન પ્રિયાને પોલીસે તેડું મોકલ્યું, મિલકતને લઈ પૂછપરછ થઈ શકે છે

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized

બહુચર્ચિત તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં સ્ત્રી મિત્ર પૂનમ ભદોરિયાને લાજપોર જેલ ભેગી કરાઈ છે. હવે આ કેસમાં પોલીસ પુરાવા હાથવગા કરી રહી છે. પૂનમના નાણાકીય હિસાબ, બ્લેકમેઇલિંગથી લઇ ઘેલાણીને કરાતા માનસિક-આર્થિક શોષણ મામલે પોલીસ હવે તેની બહેન પ્રિયાની પૂછપરછ કરશે.

બેંકની ડિટેઈલ પણ પોલીસ પૂનમની તપાસશે

છેલ્લા ૨૦ દિવસથી શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની બ્લેકમેઇલિંગ અને દીકરીના લગ્નમાં તમાશો કરવાની ધમકીથી કંટાળી ઘેલાણી લમણે ગોળી મારવા મજબૂર થયા હતા. એસીપી ઝેડ.આર.દેસાઈએ કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ઘેલાણી પરિવાર અને સગાં-સંબંધીના નિવદેનો લેવા સાથે કોલ-બેંક ડેટા ફરતે પણ તપાસમાં મહત્ત્વની કડીઓ મળી કરી હતી.

પૂનમના માનસિક-આર્થિક શોષણથી કંટાળી ઘેલાણીએ આપઘાત કર્યો હતો

ઘેલાણીએ લગ્ન ટાણે દીકરી સમક્ષ દિલ ખોલીને પૂનમના ટોર્ચરિંગ અંગેની વેદના ઠાલવી હતી. જેથી તન્વીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આત્મહત્યાની દુષ્યેરણાનો ગુનો નોંધી પૂનમ બ્રિજમોહનસિંગ ભદોરિયા (રહે. ૯૦૨-ડી, આરંભ એપાર્ટમેન્ટ, વીઆર મોલ સામે, મગદલ્લા) સામે આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી શનિવારે સાંજે તેને લાજપોર જેલના હવાલે કરાઈ હતી. પોલીસે પૂનમની બહેન પ્રિયાનું પણ નિવેદનો લીધું હતું. પ્રિયા આ સમગ્ર હકીકતોથી વાકફે છે. પૂનમ અને ઘેલાણીના રિલેશન, ટોર્ચરિંગ, નાણાકીય વ્યવહારો, મિલકતો બાબતે પ્રિયાને જાણકારી છે. જેથી પોલીસે ફરી પૂછપરછ માટે પ્રિયાને તેડું મોકલ્યું છે. આજકાલમાં પોલીસ પ્રિયાને પૂછપરછ માટે બોલાવી કેસ સંબંધિત જરૂરી માહિતી અને પુરાવા હાથવગા કરશે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં નકલી રેશનકાર્ડનો પર્દાફાશ, તંત્રએ 6 વર્ષમાં 6 લાખ કાર્ડ રદ કર્યાં અને ઈ-કેવાયસી પ્રક્રિયામાં મોટી ગરબડ સામે આવી

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *