Surendranagar: ધ્રાંગધ્રામાં નજીવી બાબતે તિક્ષણ હથિયાર વડે યુવકની હત્યા, પત્નિ અને પુત્રી ઈજાગ્રસ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીની અદાવતમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્નિ અને પુત્રી પર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત પતિ કલ્પેશ પારેખનું મોત થયું છે. જ્યારે પત્ની-પુત્રીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અગાઉની બોલાચાલીનુ મન દુઃખ રાખી હત્યા કરવામાં આવી છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે.

ધ્રાંગધ્રામાં યુવકની હત્યા

ધ્રાંગધ્રામાં યુવકની નજીવી બાબતે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બે લોકોએ પરિેવાર સાથે અગાઉનું મન દુઃખ અને સામન્ય બોલાચાલીમાં ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એકનું મોત થયું છે. આ મામલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવકને વધારે વાગી જતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય બોલાચાલીની અદાવતમાં હુમલો

ધ્રાગધ્રામાં સામાન્ય બોલાચાલીમા એકની હત્યા બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. યુવકની અંગત અદાવતમાં તિક્ષણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. યુવક સાથે તેની પત્ની અને પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. પત્ની અને પુત્રીને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કલ્પેશભાઈ રમણીક લાલ પારેખ ઉ.વ. 42 (મૃતક), નિશાબેન પારેખ અને ક્રિષ્નાબેન પારેખ બંને ઈજાગ્રસ્ત થયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *