લીંબડી હાઇવે પર રળોલ પાટિયા નજી સર્જાયેલા અકસ્માતમાં 1 યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી
માહિતી પ્રમાણે, ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. બાઇક ચાલક, બાજરડાથી લૌકિક વ્યવહારમાં સ્મશાન યાત્રામાં સામેલ થવા માટે આવી રહ્યો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી અને તેને હોસ્પિટલમાં લઇ જવાયો તે પહેલાં જ તેનું મોત થયું હતું,
અન્ય બાઇક સવાર ગંભીર
અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત સારવાર માટે લીંબડી હોસ્પિટલ લઈ જઈ, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યો છે. તેની સ્થિતિ હાલ નાજુક જણાઈ રહી છે.
ખાનગી ટ્રાવેલ્સ ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો
ઘટનાની પછી ખાનગી ટ્રાવેલ્સ ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરુ કરાઇ છે.
