Surendranagar News: ધ્રાંગધ્રામાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. આ વચ્ચે ધ્રાંગધ્રા તાલુકામાં ગેરકાયદે ખનન સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ગોપાલગઢ ગામમાં ગેરકાયદે માટીની ચોરી કરવાની માહિતી મળતા SDM દ્વારા રેડ કરવામાં આવી છે.

ઘટનાની વિગતો

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ગેરકાયદે માટી અને પથ્થરનું ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસડીએમ દ્વારા ગોપાલગઢ ગામમાં ગેરકાયદે માટીના ખનન મામલે રેડ કરવામાં આવી હતી. ગેરકાયદે માટીનું ખનન થતું હોવાની મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ત્રણ ડમ્પર સહિત કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગેરકાયદે ખનન હજુ પણ યથાવત

ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામે ગેરકાયદે માટી અને પથ્થર પર SDM દ્વારા રેડ કરવામાં આવી છે. ગોપાલગઢ ગામે ગેરકાયદે માટીનું ખનન થતું હોવાની માહિતી મળતા આ રેડ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા રેડમાં એક ઇટાચી મશીન અને ત્રણ ડમ્પર મળી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનન હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. આ કાર્યવાહીથી ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો – Surendranagar : ખેરવા ગામે બુટલેગરે નશાની હાલતમાં ગ્રામજનો પર હુમલો કરી મહિલાઓ-યુવતીઓની છેડતી કર્યાનો આક્ષેપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *