Talaja:ખંઢેરા ગામમાં રાત્રે ઘેટાંનો શિકાર કરવા ત્રાટકેલા સિંહનો માલધારી ઉપર હુમલો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બૃહદગીર મા સમાવેશ તળાજા પંથકમા સિંહની વસ્તી અને વિચરણ વધી રહ્યું છે.ખાસ કરીને મેથળાના દરિયા કિનારેના કાંટાના જંગલને રહેઠાણ વર્ષોથી સિંહ પરિવાર એ બનાવેલ છે. હાલ અહીં યુવાન બે સિંહ વિચરણ કરે છે.તે સિંહએ ગઈકાલ ની મધ્યરાત્રીએ એક માલધારી પર હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા. ત્રણ ઘેટાનું મારણ કરી એક ને સાથે લઈ ગયા હતા. તળાજા પંથકમાં સિંહ એ માનવ પર હુમલો કર્યાનો પ્રથમ બનાવ ખંઢેરા ગામે બન્યો છે.નાગજીભાઈ જુંજા ઉ.વ.42 એ તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા જણાવ્યું હતુ કે , ગામમા ઘેટાંનો જોક નાખેલ હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં આવેલ સિંહ એ હુમલો કર્યોહતો ફોરેસ્ટ ઓફ્સિરે જણાવ્યું હતુ કે,શિકારની શોધમા નીકળેલ સિંહ એ ઘેટાંનું મારણ કરવાની સાથે અહીં માલધારી પર હુમલો કર્યો હતો. ખંઢેરા ગામના રહીશે પ્રતિક્રિયા આપી હતી કે, વન વિભાગે વાડીઓમાં રહેતા માલધારીઓના મનમાં સાવજ અને દીપડાનો ભય ન રહે તેવા પગલાં ભરવા રહ્યા. માલધારી અને ખેડૂતોની વન વિભાગે ચિંતા કરવી જોઈએ.  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *