Tapi News : તાપીમાં ત્રિપલ અકસ્માતમાં 23 લોકો ઈજાગ્રસ્ત, ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસે મારી પલટી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

તાપીમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની છે જેમાં ખાનગી બસ ચાલકે કાબુ ગુમાવતા બસે પલટી મારી હતી અને ખાનગી બસમાં સવાર 50 મુસાફરો પૈકી 23 મુસાફરોને ઈજા પહોંચી હતી, ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી અને તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

તાપીમાં ત્રિપલ અકસ્માતમાં 23ના મોત

બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક વહેલી સવારે આ ઘટના બની હતી અને પલટી થયેલી ટ્રકમાં પાછળ આવતા બાઇક સવારો ઘૂસ્યા હતા અને બાઇક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, પાછળથી પૂરપાટ આવતી લકઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડીવાઈડર પર બસ ચઢી ગઈ હતી અને પલટી મારી હતી, લકઝરી બસમાં રહેલા મુસાફરોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી, મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.

ખાનગી લકઝરી મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી

આ ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી અને નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડ્યા છે. ઈજાગ્રસ્તોના નિવેદન પણ પોલીસે લીધા છે અને જે ઈજાગ્રસ્તોને સારૂ છે તે તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Dang News : ડાંગના સુબીરમાં 5 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઈ

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *