Tharadમાં યુવકના આપઘાતનો કેસ: "ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ" પરિવારે ચીમકી ઉચ્ચારી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

થરાદમાં એક યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેવાની ઘટનાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. યુવકને મરવા માટે મજબૂર કરનારા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આજે મોટી સંખ્યામાં પરિવારજનો અને મહિલાઓ બનાસકાંઠા SP કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.

યુવકના પરિવારજનો પહોંચ્યા SP કચેરી

યુવકના મોત બાદ તેનો મૃતદેહ હાલ થરાદની સરકારી હોસ્પિટલના પીએમ (Post-Mortem) રૂમમાં રાખવામાં આવ્યો છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબદાર આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ન્યાયની માંગ સાથે હોસ્પિટલથી સીધા જ પરિવારજનો એસપી કચેરી પહોંચ્યા હતા.

મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બે શખ્સો દ્વારા યુવકને સતત ટોર્ચર કરવામાં આવતો હતો અને તેને અંતિમ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. એસપી કચેરી ખાતે બહોળી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓએ ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. પોલીસ તંત્ર દ્વારા હાલ પરિવારને શાંત પાડવાના અને યોગ્ય તપાસના આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. જોકે, સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *