થરાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન રાજસ્થાનના બાખાસર ગામની એક મહિલાનું મોત નિપજ્યું હતું. જો કે દુઃખદ ઘટનામાં નવજાત શિશુ સલામત છે.
ડોક્ટરની બેદરકારીનો આરોપ
પરિવારના જણાવ્યા અનુસાર, મહિલાના ડિલિવરી દરમિયાન ડૉક્ટર દ્વારા બેદરકારી દાખવાઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારનો દાવો છે કે યોગ્ય સાવચેતીઓ ન લેવાના કારણે મહિલાનું મોત થયું.
હોસ્પિટલમાં લવાઇ ત્યારે ઓલમોસ્ટ ડિલીવરીની તૈયારી હતી
હૉસ્પિટલના ડૉક્ટરનો દાવો છે કે મહિલાની તબિયત પહેલા જ ખરાબ હતી અને તેને હોસ્પિટલમાં લવાઇ ત્યારે ઓલમોસ્ટ ડિલીવરીની તૈયારી હતી અને અચાનક તેને ખેંચ આવી હતી. તેને અવશ્યક સારવાર આપવામાં આવી હતી, છતાં જીવ બચાવી શકાયો ન હતો.
