Tharad દેશભક્તિના રંગે રંગાયું: 77મા પ્રજાસત્તાક પર્વ પૂર્વે અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક થરાદ અત્યારે દેશભક્તિના રંગમાં તરબોળ જોવા મળી રહ્યું છે. આગામી 77મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થરાદ ખાતે થવાની હોય, તેના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીના પૂર્વાર્ધરૂપે થરાદ પોલીસ વિભાગ દ્વારા વિશેષ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક હથિયારો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન નિહાળવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

રાજ્યકક્ષાના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તૈયારીઓ

થરાદના ચાર રસ્તા પર સુરક્ષા જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે નાગરિકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભુજ બોર્ડર રેન્જના આઈજી (IG) ચિરાગ કોરડિયા, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અધ્યક્ષે જવાનોની સજ્જતાને બિરદાવી હતી અને નાગરિકોને પ્રજાસત્તાક પર્વના ગૌરવશાળી આયોજનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

વાવ થરાદનું વડુ થરાદ રંગાયુ દેશભક્તિના રંગમાં

શસ્ત્ર પ્રદર્શનમાં આધુનિક ગન, રડાર સિસ્ટમ અને અન્ય સંરક્ષણ સાધનો વિશે જવાનોએ લોકોને માહિતી આપી હતી, જે ખાસ કરીને યુવા પેઢી માટે પ્રેરણાદાયી સાબિત થઈ હતી. આખું થરાદ શહેર અત્યારે રોશની અને ત્રિરંગાથી સજ્જ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બનાવવામાં આવી છે. વાવ અને થરાદ પંથકના લોકોમાં આ રાષ્ટ્રીય પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *