Unjha: મોતના મુખમાંથી યુવકને ખેંચી લાવ્યા ફાયરના જવાનો, તળાવમાં ડૂબતા 47 વર્ષીય પ્રૌઢ માટે ટીમ 'દેવદૂત' બની

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે માનવતા અને ત્વરિત કામગીરીનો એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઊંઝાના ગામ તળાવમાં ડૂબી રહેલા એક યુવાનને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર કાઢી નવું જીવન આપ્યું છે.

ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન

ઊંઝા ફાયર ડિપાર્ટમેન્ટને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો કે ગામ તળાવમાં એક વ્યક્તિ ડૂબી રહ્યો છે. કોલ મળતાની સાથે જ ફાયર ઓફિસર અને તેમની ટીમ કોઈપણ વિલંબ વગર ગણતરીની મિનિટોમાં સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.તળાવના ઉંડા પાણીમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા માટે ફાયરના જવાનોએ તુરંત જ પાણીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત અને કુશળતાપૂર્વક હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનના અંતે યુવાનને જીવિત અવસ્થામાં બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બચાવી લેવાયેલ વ્યક્તિની ઓળખ

ફાયર બ્રિગેડ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા વ્યક્તિની ઓળખ પટેલ પ્રકાશ કુમાર પરસોતમ ભાઈ (ઉંમર 47 વર્ષ) તરીકે થઈ છે. પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમયસર મદદ મળી જતાં તેમનો જીવ બચી ગયો હતો, જે બદલ તેમના પરિવારજનોએ ફાયર ટીમનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Himmatnagar: પોશીનામાં પોલીસની મોટી કાર્યવાહી, વેગનઆર કારમાંથી ગાંજો ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *