Upleta: ઢાંક ગામના રહીશોએ લીધો રાહતનો શ્વાસ, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડાના ભયના કારણે ગ્રામજનો અને ખેડૂતો ફફડાટમાં જીવી રહ્યા હતા. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરે જતા ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફાળ જોવા મળતી હતી. આ મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે જાળ બિછાવી હતી.

શિકારની લાલચે દીપડો પાંજરામાં કેદ

વન વિભાગ દ્વારા ઢાંક ગામના મેલડી માતાજીના મંદિર પાસે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે ખોરાકની શોધમાં નીકળેલો દીપડો પાંજરામાં રાખેલા શિકારની લાલચમાં આવી ગયો હતો અને આખરે પાંજરે પુરાયો હતો. વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે લોકોના ટોળેટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા.

જૂનાગઢ પ્રાણીસંગ્રહાલય ખાતે ખસેડાયો

દીપડો પકડાયાની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડાનું સ્વાસ્થ્ય તપાસ્યા બાદ તેને સુરક્ષિત રીતે જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: AMC સફાઈ અને રોડ સેફ્ટી પાછળ કરશે કરોડોનો ખર્ચ, 7 લાખ ઝાડુની ખરીદી માટે આજે મંજૂરી મળશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *