Upleta: મોડી રાત્રે મકાન આગની લપેટમાં આવ્યું, ઘરવખરી બળીને ખાખ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ઉપલેટામાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના ધોરાજી રોડ પર આવેલી સિલ્વર સોસાયટીમાં બનેલી આ ઘટનામાં મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે.

રહેણાંક મકાનમાં ભીષણ આગ

સિલ્વર સોસાયટીમાં રહેતા મહેબુબશા છોટુશા શેખના મકાનમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખું મકાન અગનજ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું. અચાનક લાગેલી આગને કારણે સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા

આગની જાણ થતા જ ઉપલેટા નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગની ગંભીરતા જોતા ધોરાજીની ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. બંને ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરનો તમામ સામાન, ફર્નિચર અને અન્ય કિંમતી ઘરવખરી બળીને સંપૂર્ણપણે નાશ પામી હતી. સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: Bharuch: પીલુદ્રા નજીક ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત, ચાલકનો ક્રેઈનની મદદથી બહાર કઢાયો મૃતદેહ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *