રાજકોટ જિલ્લાનાં ઉપલેટા શહેરમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
રેગ્યુલર જામીન અરજી નામંજૂર
ઉપલેટામાં રહેતા કિશનસિંહ દીપસિંહ સોલંકી સામે પોલીસમાં નોંધાયેલા ગુનામાં ધોરાજી સ્થિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા તેના રેગ્યુલર જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે.
લગ્નની લાલચ આપી પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા
માહિતી મુજબ, આરોપી અને પીડિતા મહિલા અભ્યાસ દરમિયાન પરિચિત થયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આશરે 12 વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ આરોપીએ લગ્ન કરવા ઇનકાર કર્યો હતો.
પીડિતાએ ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
આ મામલે પીડિતાએ ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપી કિશનસિંહ સોલંકીને ઝડપી પાડ્યો હતો.
જામીન અરજી રદ
પછી આરોપી તરફથી ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી રદ કરવામાં આવી છે.
