Vadia: નર્મદા જિ.ની મહિલા રમતવીરો હેન્ડબૉલમાં બ્રોન્ઝ મેડલ જીતી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ખેલમહાકુંભમાં
  • રાઈફ્લ શૂટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરતો સરફરાજ દેસાઈ
  • ખેલમહાકુંભ 2.0 હેન્ડબોલમાં નર્મદા જિલ્લાની મહિલા રમતવીરોએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

નર્મદા જિલ્લાના એકમાત્ર રાઈફ્લ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈએ તાજેતરમાં આર્મી માર્ક્સમેનશીપ યુનિટ, MHOWના સહકારથી યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશન શોટગન સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ખેલમહાકુંભ 2.0 હેન્ડબોલમાં નર્મદા જિલ્લાની મહિલા રમતવીરોએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

નર્મદાજિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ ટ્રેનર્સ-કોચિસ દ્વારા ખેલભાવનાનું સિંચન કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ સુવિધાથી સજ્જ રાજપીપલા સ્પોર્ટ્સ સંકુલમાં રમતવીરોના ખેલ પ્રદર્શનને વધુમાં વધુ નિખારવા માટે ટ્રેનર્સ-કોચિસના પ્રયાસો બિરદાવવા પાત્ર છે. જેના પરિણામસ્વરૂપ જિલ્લાના રમતવીરો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ હાંસલ કરીને જિલ્લાનું નામ રોશન કરી રહ્યાં છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *