વલસાડ જિલ્લામાં આવેલી વાપી GIIDCની મોડિસન લિમિટેડ કંપનીમાં શુક્રવારે રાત્રે આગ લાગી હતી. આ ઘટના કંપનીના યુનિટ 01 બિલ્ડીંગના પ્રથમ અને બીજા માળે બની હતી, જેને જોઈને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
એક કલાકની મહેનત પછી આગ પર કાબુ મેળવી લેવાયો
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને બોલાવાયું હતું હતી. 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરમેનોએ લગભગ એક કલાકની મહેનત પછી આગ પર કાબુ મેળવી શક્યા હતા
આગ મુખ્યત્વે પહેલા અને બીજે માળે રહેલી મશીનરીમાં લાગી
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગ મુખ્યત્વે પહેલા અને બીજે માળે રહેલી મશીનરીમાં લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ નોંધાઇ નથી.
આ પણ વાંચો—- Vadodara : 27 લાખના ગાંજાના કેસના મુખ્ય સપ્લાયરને SOG પોલીસે છત્તીસગઢના નક્સલી જંગલમાંથી ઝડપી લીધો
