
USA Florida Plane Crash : અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક નાના વિમાને મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક કારને ટક્કર મારી દીધી. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટને મજબૂરીમાં હાઇવે પર ઉતરાણ કરવું પડ્યું હતું. આ અકસ્માતનો લાઇવ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જોરદાર ચર્ચા થઈ રહી છે. માહિતી અનુસાર આ અકસ્માતમાં કારચાલક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
