
Maharashtra Accident : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા પવિત્ર સ્થળ સપ્તશ્રૃંગી ગઢ ખાતે આજે (7 ડિસેમ્બર) બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્શન માટે જઈ રહેલી એક ઈનોવા કાર (નંબર MH 15 BN 0555) લગભગ 1000થી 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. શરૂઆતમાં પાંચ મૃતદેહો મળ્યા બાદ બચાવ ટીમને વધુ એક મૃતદેહ મળતાં મૃત્યુઆંક વધીને છ થયો છે.
મૃતકોમાં ચાર મહિલા
ઈનોવા કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી બે પુરુષો અને ચાર મહિલાઓ સહિત છ મુસાફરોનાં મોત થયાં છે.
