
Goa Night Club Fire : ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં શનિવાર-રવિવારની વચલી રાત્રે લાગેલી ભીષણ આગની ઘટનામાં 25 લોકોનાં મોત થવાની ઘટનામાં ક્લબના માલિકો પર એફઆઈઆર નોંધવા ઉપરાંત ચાર મોટા અધિકારીઓની ધરપકડ કરી છે.

ફટાકડાના કારણે આગ લાગી : મુખ્યમંત્રી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી.
