
Kiren Rijiju And Rahul Gandhi : રાજકારણમાં જ્યાં નેતાઓ એકબીજા પર તીખા પ્રહારો કરવામાં પાછી પાની નથી કરતા, ત્યાં આજે (6 ડિસેમ્બર) સંસદમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, ત્યારે તેઓની મુલાકાત દરમિયાન હાસ્ય અને મસ્તી જોવા મળી હતી.
રાહુલે રિજિજુ સાથે હાથ મિલાવ્યો
જ્યારે બંને નેતાઓ એકબીજાની સામે આવ્યા, ત્યારે બંનેએ દૂરથી જ એકબીજાને સ્મિત કર્યું હતું.
