
Navy Aircraft Crashes in Mexico : મેક્સિકોમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ગંભીર દુર્ઘટના બની છે. રિપોર્ટ મુજબ નેવીનું મેડિકલ વિમાન ક્રેશ થયું છે, જેમાં દર્દી સહિત પાંચ લોકોના મોત થયા છે. આ એરક્રાફ્ટ મેડિકલ મિશન માટે જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે.
દુર્ઘટનામાં પાંચ લોકોના મોત
એરક્રાફ્ટ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગેલ્વેસ્ટનના કૉજવેના બેઝ પાસે ક્રેશ થયું હોવાની માહિતી મળતા જ નેવીની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
