
Russia vs Ukrain War Updates : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને વિનાશક બન્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે છેલ્લા માત્ર સાત દિવસમાં રશિયાએ યુક્રેન પર 1300 ડ્રોન, 1200 ગાઈડેડ એરિયલ બોમ્બ અને 9 મિસાઈલો વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ઓડેસા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં સામાન્ય જનજીવન પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
