VIDEO: 'રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…', પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે હસી મજાક

📅 Published: December 18, 2025 | 📂 Category: Uncategorized


Priyanka Gandhi Meet Nitin Gadkari: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી પાસે અપોઇન્ટમેન્ટ (મુલાકાત માટે સમય) માગ્યો અને કહ્યું કે, મહિનાઓથી અપોઇન્ટમેન્ટ માગી રહી છું, પરંતુ નથી મળી રહી. તેના પર ગડકરીએ ગમે ત્યારે મળવાની વાત કરી. તેના થોડા સમય બાદ જ સંસદ ભવન ખાતે મંત્રી કાર્યાલયમાં કોંગ્રેસ સાંસદ સાથે તેમણે મુલાકાત કરી અને પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડથી જોડાયેલા કેટલાક મુદ્દા તેમની સામે રાખ્યા.

આ દરમિયાન હળવા મૂડમાં ગડકરીએ કહ્યું કે, ‘આ પહેલા રાહુલ ગાંધી સાથે પણ અમેઠીના રસ્તાઓ અંગે ચર્ચા થઈ હતી. રાહુલજીનું કામ કર્યું, હવે તમારું કામ નહીં કરું તો લોકો કહેશે કે ભાઈનું કામ કર્યું અને બહેનનું ના કર્યું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *