મહીસાગર જિલ્લામાં નલ સે જલની કામગીરીમાં પાછલા કેટલાય સમયથી કૌભાંડ થયું હોવાની ચર્ચા હતી. જેમાં નલ સે જલની કામગીરી કર્યા વગર જ એજન્સીને નાણા તો ચુકવાઈ જ ગયા છે. પણ સીમમાં આવેલી ખાનગી માલિકીની જમીનમાં પડેલી કરોડો રૂપિયાની પાઈપો કૌભાંડની ચાડી ખાઈ રહી હોવાની ચર્ચા એ જોર પકડયું છે.
વિરપુરમાં નલ સે જલ યોજના માટે 3 વર્ષ પહેલા લાવવામાં આવી હતી. જેના દ્વારા ગામમાં 30થી વધુ ફ્ળિયાના 10,000થી વધુ લોકોને નલ સે જલ અંતર્ગત પાણી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક હતો. વર્ષ 2021માં વિરપુર ગામમાં નલ સે જલ યોજના હેઠળ 3.32 કરોડ જેટલી માતબર રકમના ખર્ચ બી વી ચૌધરી નામની એજન્સીને આ ગામમાં પીવાનુ પાણી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી હતી. એજન્સી દ્વારા 1200 ની વસ્તી ધરાવતા મેમુદપુર, ધાવડીયા, બ્રહ્માની સોસાયટી, વૃદાવન સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં કામો કર્યા બાદ સમગ્ર જિલ્લામાં નલ સે જલ યોજનાનું કૌભાંડ આવ્યા બાદ કોટ્રાક્ટરને રૂ.1.80 કરોડની રિકવરીના આદેશ કર કામગીરી બંધ કરવામાં આવી જેને લઈ કોટ્રાક્ટર દ્વારા પાઇપો મૂકી રાખવામાં આવી જે પાઇપ હાલ પડી રહેતા નગરના અનેક વિસ્તારોમાં કામ બાકી રહી ગયું છે ત્યારે હાલ બાકી રહેલા કામ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. આ બાબતે કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પાઇપ ખરીદી માટે પૈસા આપ્યા બાદ ખરીદી કરી ત્યાર બાદ સરકારે કામ બંધ કરાવ્યું એટલે વધેલી પાઈપો વેચાય નહીં મૂકી રાખવી પડે પાહીતો કારકાર કાર્યવાહી કરે હાલ અમે જે વિસ્તરમાં કામ કર્યું ત્યાં પાણી જાય છે.
